નવી દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહી છે. રાષ્ટ્રપતિ ભવન પછી લોકસભા સચિવાલય પણ તેની પકડમાં આવી ગયું છે. લોકસભામાં કામ કરતા કર્મચારીમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. તે હાઉસ કિપીંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.
એક અધિકારીએ જણાવ્યું કે, કર્મચારી આશરે દસ દિવસ પહેલા માંદો પડ્યો હતો. ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવો જેવા કોરોના વાયરસ રોગના લક્ષણો દર્શાવ્યા પછી, તે 18 એપ્રિલના રોજ તપાસ માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ગયો, જ્યાં તેમને કોરોના પોઝિટિવ જાહેર કરાયો હતો. અધિકારીએ કહ્યું કે, તેનો રિપોર્ટ 20 એપ્રિલે આવ્યો હતો, જેમાં તેને કોરોના ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.
લોકસભા સ્ટાફને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાનો કિસ્સો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાંથી એકનો પોઝિટિવ રિપોર્ટ હોવાના સમાચાર સામે આવ્યા છે અને આના કારણે લગભગ 125 પરિવારોને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.