કોરોનાવાઈરસને હરાવવા માટે બધાની આશા વેક્સિન પર છે, પરંતુ હવે આ આશાની આ કિરણની પાછળ પણ ભય અને નિષ્ફળતાની આશંકા છે. મહામારીઓ પર કામ કરનાર દુનિયાના ટોચના નિષ્ણાતોમાંના એક અને COVID-19 પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વિશેષ દૂત ડો. ડેવિડ નબારોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે- કોઈ ગેરંટી નથી કે તેની વેક્સિન સફળતાપૂર્વક બનાવવામાં આવશે, અને તેનાથી બધું જલ્દી સારું થઈ જશે. યુકે ઓબ્ઝર્વરને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં પણ તેનું જોખમ સંપૂર્ણ રીતે સમાપ્ત નહીં થાય અને આપણે આ વાઈરસના જોખમની સાથે જીવતા રહેવાની રીત શોધવી પડશે. ડો. નબારોના જણાવ્યા પ્રમાણે, “જરૂરી નથી આપણે વેક્સિન બનાવી લઈશું જે દરેક વાઈરસની સામે સુરક્ષિત અને અસરકારક સાબિત થશે. જ્યારે વેક્સિનને બનાવવાનો પડકાર સામે આવે છે તો કેટલાક વાઈરસ બહુ ખૂબ જટિલ હોય છે,-એટલા માટે નજીકના ભવિષ્ય માટે આપણે કોરોનાવાઈરસનું જોખમ હંમેશાં રહેશે તેવું માનીને તેની સાથે જીવન જીવવાની રીતો શોધવી પડશે”.
3 મોટા પગલાં લેવા પડશે
- જે લોકો પણ અન્ય લોકોના સંપર્કમાં આવે છે અને તેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ દેખાય છે તો તેમને આઈસોલેટ કરવા
- વૃદ્ધોન ખૂબ કાળજીપૂર્વક સુરક્ષિત રાખવા પડશે
- કોરોનાના વધતા કેસોની સામે લડવા માટે હોસ્પિટલની ક્ષમતાની ખાતરી કરવી પડશે.