ગાંધીનગરઃ અમદાવાદ એરપોર્ટ ખાતે સોમવારે વહેલી સવારે નશાની હાલતમાં પહોંચેલા ડે. સીએમના પૂત્રને ફ્લાઈટમાં બેસવા દેવાયો ન હતો. જેને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે આ બનાવ બાદ નાયબ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે તેમના પુત્રની તબીયત સારી ન હતી તેથી તે પરત ફર્યો હતો. જોકે બનાવના બીજા જ દિવસે તેમનો પુત્ર તે જ ફ્લાઈટમાં ગ્રીસ જવા રવાના થઈ ગયો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પુત્ર જૈમિન નીતિન પટેલ, પત્નિફ ઝલક જૈમિન પટેલ અને પુત્રી વૈશ્વી્ જૈમિન પટેલ સોમવારે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાની કતાર એરલાઈન્સાની ફ્લાઈટમાં ગ્રીસ જવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યોપ હતો. જૈમિન પટેલે ખુબ દારૂ પીધેલ હોવાથી ચાલી શકાય તેમ ન હોઈ તેઓ વ્હીએલચેર ઉપર બેસીને બોર્ડીંગ અને ઈમિગ્રેશન ચેક કરી લીધેલ હતું. ફલાઈટમાં બેસવા ગયા ત્યાપરે કતાર એરલાઈન્સગના સ્ટા ફ-ક્રુ મેમ્બતરને માલુમ પડ્યુ હતું કે જૈમિન પટેલે ખુબ દારૂ પીધેલી હાલતમાં છે અને જાતે ચાલી શકે તેમ નથી જેના કારણે તેને ફલાઈટમાંથી ઉતરી પરત જવા જણાવ્યું . જોકે તે પછી ભારે ઉહાપોહ પણ થયો હતો. છતાં અચાનક જ આજે મંગળવારે વહેલી સવારે 3.50ની અમદાવાદથી દોહાની કતાર એરલાઈન્સમાં જૈમિન ગ્રીસ જવા રવાના થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગત રોજ જૈમિન પટેલની તબીયત એટલી લથડી હતી કે આખરે ફ્લાઈટમાં જવાનું ટાળવું પડ્યું હતું તો આજે અચાનક જ તેઓ સ્વસ્થ થઈને વિદેશ જવા રવાના થઈ ગયા જે બાબત શંકા ઉપજાવનારી હોવાનું જણાય છે. બીજી બાજુ અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગાંગલ સોમવારે ગૃહવિભાગના અધિક મુખ્યસચિવને મળવા આવ્યા હતા અને આજે સવારે પણ 11.30 વાગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એરપોર્ટ ડાયરેક્ટરને ફોન કર્યો હોવાનું સચીવાલયના ઉચ્ચ અધિકારીક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સાથે જે એવી પણ બાબત જાણવા મળી છે કે આજે આખો દિવસ દરમ્યાન મનોજ ગાંગલ સચીવાલયમાં જ હતા તેવું પણ જાણવા મળ્યું હતું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.