Indoor Vine Benefits: ઘરની અંદર ઊગાડશો આ વેલ તો મળશે સુંદરતાથી લઈને આરોગ્ય સુધી ફાયદા
Indoor Vine Benefits: શહેરોમાં ફ્લેટ સંસ્કૃતિ વધતી જતા, હવે ઘરના શણગાર માટે પારંપરિક બગીચાની જગ્યા ઇન્ડોર વેલો લેતી થઈ છે. ખાસ કરીને ગુજરાતના શહેરોમાં પડદાવેલ, મની વેલ, પીપીએમ વેલ, ફન વેલ અને મુસ્ટેરા વેલનો ઉપયોગ ભારે પ્રમાણમાં વધી રહ્યો છે. આ વેલો માત્ર ઘરની શોભા નથી વધારતી, પરંતુ ઓક્સિજન વધારવા, હવા શુદ્ધ કરવા અને માનસિક શાંતિ માટે પણ ઉપયોગી છે.
ઘર માટે આદર્શ વિકલ્પ: ઓછું પાણી અને ઓછું ધ્યાન છતાં તંદુરસ્ત વૃદ્ધિ
આ વેલો એવી છે કે જેને વધારે પાણી કે વિશેષ દેખરેખની જરૂર નથી હોતી. પ્લાસ્ટિકનાં વાસણોમાં નહીં પરંતુ માટીના અથવા ટેરાકોટાના કુંડાઓમાં આ વેલ બહેતર રીતે ઉગે છે. ઘરના લિવિંગ રૂમ, બાલ્કની કે બેડરૂમમાં આ વેલો લગાડીને ઘરના વાતાવરણમાં હરિયાળી અને આધુનિક દેખાવ લાવી શકાય છે.
સૌંદર્ય ઉપરાંત આરોગ્ય માટે પણ લાભદાયક
આ વેલો ઘરનાં અંદરના હવાના ગુણવત્તા સુધારે છે. વેલ હવામાં રહેલા ઝેરી તત્વો દૂર કરીને ઓક્સિજનની માત્રા વધારે છે. જેનાથી ઘર તાજગીભર્યું અને આરોગ્યદાયક બને છે. આ ઉપરાંત તે મચ્છરોને આકર્ષતા ભેજના સ્તરને પણ ઘટાડે છે.
ગુજરાતમાં વધી રહી છે ઇન્ડોર વેલની લોકપ્રિયતા
સુરતના નર્સરી માલિકો કહે છે કે મની વેલ અને મુસ્ટેરા વેલ ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસે લગભગ 100 જેટલી વેલ વેચાઈ જાય છે. લોકોએ હવે માત્ર વેલ ખરીદવી નહિ પરંતુ રેડીમેડ કુંડા સાથે લઇ જવી વધુ પસંદગી બનાવી છે.
વેલ પસંદ કરો, તંદુરસ્તી અને શોભા બંને મેળવો
આજના શહેરી જીવનશૈલીમાં, જ્યારે સમય અને જગ્યા બંને મર્યાદિત હોય છે, ત્યારે આવા ઇન્ડોર વેલો જે ઘરની અંદર ઓછા સંસાધનોમાં પણ ઊગે છે, તે દરેક ઘરના શણગાર માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેલા છે.