કોંગ્રેસમાં થઇ રહેલાં પરિવર્તનોની અસર સોશિયલ મીડિયા ટીમમાં પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દીપેન્દરસિંહ હુડાની જગ્યાએ કર્ણાટકનાં પૂર્વ સાંસદ અને બહુચર્ચિત અભિનેત્રી રામ્યાને પોતાની સોશિયલ મીડિયા ટીમનાં પ્રમુખ બનાવ્યાં છે.
થોડા દિવસ પહેલાં હુડાને ટીમે ફેરવેલ પાર્ટી પણ આપી હતી. બીજી તરફ રામ્યાએ નવી જવાબદારી સંભાળતાં વોર રૂમ સ્થિત સોશિયલ મીડિયાની ઓફિસમાં બેસવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ રાહુલની સલાહ પર પાર્ટીને સોશિયલ મીડિયામાં વધુ આક્રમક બનાવવા માટે આ પરિવર્તન કરાયાં છે.
આ ટીમ કોંગ્રેસની ઓફિશિયલ વેબસાઇટ, ટ્વિટર, ફેસબુક જેવા એકાઉન્ટની જવાબદારી સંભાળે છે. સૂત્રોની વાત માનીએ તો સોશિયલ મીડિયાના ચીફનો ચહેરો બદલવાથી સોશિયલ મીડિયા ટીમમાં ખૂબ જ અસંતોષ છે. લગભગ ૪૦ લોકોની ટીમ આ પરિવર્તનથી ખુશ નથી. બીજી તરફ પાર્ટીમાં હુડાને નવી અને મહત્ત્વની જવાબદારી આપવાની ચર્ચા છે. તેમને કોઇ રાજ્યના પ્રભારી સાથે પણ જોડી શકાય છે. રામ્યા ગઇ લોકસભામાં કર્ણાટકમાં પેટા ચૂંટણી જીતીને સાંસદ બન્યાં હતાં, પરંતુ ર૦૧૪માં તે હારી ગયાં હતાં.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.