અમદાવાદ શહેર માં દિવસે ને દિવસે કોરોના વાયરસ ની સ્થિતિ ખુબજ ખરાબ થતી જાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્યખાતું ક્યાક ને ક્યાંક ખરાબ સાબિત થઇ રહું છે. હાલ માં અમદાવાદ શહેર માં કોરોના વાયરસ ના શંકાસ્પદ દર્દીઓ ને લેવા જવા માટે અમદાવાદ શહેર ની એ.એ.ટી.એસ. બસ અને બી.આર.ટી.એસ બસ નો ઉપયોગ કરવા માં આવી રહ્યો છે ત્યારે આ બસ ના ડ્રાઈવરો ને કોઈ જ પ્રકાર ની સુવિધા એટલે કે હાથ ના ગ્લોઝ,માસ્ક,સેનેટાઈઝર,કે સેફટી માટેની કોઈ જ સુવિધા પૂરી પાડવા માં આવતી નથી.આ બસ ના ડ્રાઈવરો કોરોના ની ઝપટ માં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જવાબદારી સ્વીકારશે ? એ.એમ.ટી.એસ. બસ અને બી.આર.ટી.એસ. બસ ના ડ્રાઈવર દ્વારા સત્ય ડે ની ટીમ સાથે વાત કરતા જણાવેલ કે અમોને કઈ પણ થશે તો અમારા પરિવાર નું શું થશે. વધુ માં આ ડ્રાઈવર દ્વારા જણાવવા માં આવેલ કે અત્યાર સુધી અમે લોકો એ જે પણ સેનેટાઈઝર કે માસ્ક જે પણ વાપર્યું ટે અમો અમારા રૂપિયા થી ખરીદી ને લાવ્યા હતા અને કોર્પોરેશન કે આરોગ્ય વિભાગ દ્વારા અમોને કોઈજ પ્રકાર ની સુવિધા આપવામાં આવેલ નથી.જેથી અમે ડ્રાઈવરો આપની સત્ય ડે ની ટીમ દ્વારા સરકાર અને કોર્પોરેશન ની પોલ ખોલી રહ્યા છે કે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન જાગે.