રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અને એન્કર અર્નબ ગોસ્વામી પર મુંબઈમાં બુધવારે મોડી રાતે બે લોકોએ હુમલો કરવાની કોશિશ કરી હતી. હુમલો કરવામાં નિષ્ફળ રહેલા હુમલાખોરો કાર પર સહીં ફેંકીને ભાગી છુટ્યા હતા. ઘટનાના સમયે તેમની પત્ની સમિયા ગોસ્વામી પણ સાથે હતી. આ મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલો ગણપતરાવ કદમ માર્ગ પર સ્થિત તેમના ઘરથી માત્ર 500 મીટરના અંતરે જ કરવામાં આવ્યો હતો. અર્નબ તે સમયે કાર ચલાવી રહ્યાં હતા.
ફરિયાદ મુજબ હુમલાખોર અર્નબની ગાડીની આગળ આવ્યા હતા અને કારના કાચને તોડવાની કોશિશ કરી હતી. જોકે તે નિષ્ફળ રહેતા કાર પર સહી ફેંકીને ભાગી ગયા હતા. બીજી તરફ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે અર્નબ ગોસ્વામી પર કરવામાં આવેલી હુમલાની કોશિશની નીંદા કરીએ છીએ. જો આ મામલામાં ફરીયાદ થઈ હોય તો પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ. આ દરમિયાન નાગપુરમાં અર્નબની વિરુદ્ધ ભડકાવવાના આરોપોમાં એક કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે અર્નબની ધરપકડની માંગ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે કેટલાક મીડિયા હાઉસ હમેશાંથી નફરત ફેલાવવા તૈયાર રહે છે અને તેમની ટીવી ચેનલો દ્વારા સમાજ સુધી પહોંચાડે છે.