વલસાડ નગરપાલીકા ના વોર્ડ નંબર ૧૨ માં પેવરબ્લોક ના રસ્તાનું કામ હાથ ધરાતા રહીશો માં ફેલાઇ આનંદ ની લાગણી
વલસાડ નગરપાલીકા ના તીથલ રોડ શેઠ આર.જે.જે હાઇસ્કુલ પાસે વોર્ડ નંબર ૧૨ માં નગરપાલીકા દ્રારા સ્વર્ણીમ મુખ્યર્મંા યોજના અંર્તગત પેવરબ્લોક ના રસ્તાનું કામ હાથ ધરાતા આ વિસ્તાર ના રહીશો માં આનંદ ની લાગણી ફેલાઇ જવા પામી હતી. છેલ્લા ધણા સમય થી આ વિસ્તાર ના રહીશો ની આ માંગણી ને લઇ ને પાલીકા પ્રમુખ સોનલબેન સોલંકી (જૈન) એ તાત્કાલીક આ કામ ને મંજુર કરાવી સારી ગુણવત્તા વાળો માર્ગ બનાવવા માટે કામગીરી શરૂ કરી છે. જેને લીધે રસ્તાઓ સ્વચ્છ અને સુંદર દેખાઇ અને આ રસ્તા પર અવર – જવર કરતા શાળા ના બળકો ને પણ સુવિધા મળી રહે તે માટે આ કામ વેહલી તકે શરૂ કરવામાં આવ્યુ છે.
તસ્વીરઃ- અબ્દુલકાદર હાસમાની