કોરોના વાઇરસ સામેની જંગમાં લડી રહેલ ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માનવા માટે અક્ષય કુમાર હંમેશાં આગળ રહ્યો છે. આર્થિક સહાય માટે પણ તે આગળ રહ્યો છે. દિલ સે થેન્ક્યુ નામનું કેમ્પેન શરૂ કરીને દિવસરાત ખુદનો જીવ જોખમમાં મૂકીને કામ કરનારનો આભાર માન્યો હતો. હવે તેણે ડોક્ટર્સને ટ્રિબ્યુટ આપતા એક સોન્ગનું ટીઝર રિલીઝ કર્યું છે. અક્ષય કુમારની 2019ની ફિલ્મ ‘કેસરી’નું ‘તેરી મિટ્ટી’ સોન્ગ તેણે ડોક્ટર્સને સમર્પિત કર્યું છે. સોન્ગના લિરિક્સને બદલીને ‘સરહદ પર જો ખાખી વર્દી થી, અબ ઉસકા રંગ સફેદ હુઆ’ કરવામાં આવ્યા છે.