કોરોનાવાયરસ ના પગલે સુરતમાં પણ હાલ લોક ડાઉન ચાલી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે લોકોને કેટલોક સમય પણ ફાળવવામાં આવ્યો છે.. દરમિયાન સુરતના અડાજન પાટીયા વિસ્તારમાં સવારના દસ વાગ્યા સુધી શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે.જો કે અહીં સોસીયલ ડિસ્ટન્સ ન જળવાતા પાલિકા અધિકારીઓ દ્વારા બજાર બંધ કરાવવાની ફરજ પડી હતી.તેમ છતાં કેટલાક ફેરિયાઓએ વેચાણ ચાલુ રાખતા પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરી સામાન પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે વેળાએ ફેરિયાઓ અને પાલિકા સ્ટાફ વચ્ચે રિતસર ઝપાઝપી અને ઘર્ષણ ની સ્થિતિ જોવા મળી હતી.ભારે હોબાળો થતા ફેરિયાઓએ જાતે પોતાની ફ્રુટ ની લારીઓ ઉંધી વાળી દેતા રસ્તા પર ફ્રૂટનો પથરાવ જોવા મળ્યો હતો.એટલું જ નહીં રોકવા ગયેલા પાલિકા અધિકારીઓ અને સ્ટાફ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ઘટના સ્થળે હાઈ -વોલ્ટેઝ દ્રામાં પણ જોવા મળ્યો.જ્યાં પોલીસ ઘટના સ્થળે પોહચતાં ફ્રુટની લારી ચલાવતો યુવક રસ્તા પર સુઈ ગયો હતો.પોલીસ આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.જ્યાં મોકો જોઈ ફેરિયાઓ ત્યાંથી નાસી છૂટયા હતા.ઘટના અંગે પાલિકા અધિકારીઓ દ્વારા પોલીસ કાર્યવાહીની દિશામાં કામગીરી હાથ ધરી છે.