નવી દિલ્હીઃ મહાનગરના રસ્તાઓ પર અને ટ્રાફિક પોઇન્ટ પર બાળકોનું ભીખ માંગવું હવે મોદી સરકાર બિલકુલ ચલાવશે નહીં. કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રાલય બાળકોના ભીખ માંગવા વિરૂદ્ધ એક મોટુ અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. દિલ્હી, મુંબઇ સહિત છ મહાનગરોમાં ઓગસ્ટ મહીનામાં આ અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. આ અભિયાનમાં પોલીસની મદદથી ભીખ માંગી રહેલા બાળકોને મુખ્યધારામાં શામેલ કરવા અંગે પ્રયાસ કરવામાં આવશે.
મહિલા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે અમે ઓગસ્ટમાં નક્કી કર્યું હતું કે બાળકોની ભીખ માંગવા અંગે ‘જીરો ટેલરેન્સ’ મહિનાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે ખુલ્લા આશ્રય સ્થાન (ઓપન શેલ્ટર), બાલ ગૃહ જેવા વિકલ્પ અપનાવવામાં આવશે. આ બાળકો હંમેશ માટે બાળગૃહ કેન્દ્રોમાં નહીં રહે. જેમને તેમના માતાપિતા પાસે પરત જવું હશે તે જઇ શકશે. જે અનાથ છે, ચોરી કરવામાં આવ્યા છે. તેમના પુનર્વાસ માટે વિકલ્પ શોધવામાં આવશે. મહિલા બાળ વિકાસ વિભાગે 33 સ્ટેશનો પર ટ્રેનિંગ આપીને એનજીઓ તૈયાર કર્યા છે. છેલ્લાં ત્રણ મહીનામાં 19 હજાર બાળકોને પકડવામાં આવ્યાં છે. જે ભીખ માંગી રહ્યાં હતા.
1098 ચાઇલ્ડ હેલ્પલાઇનમાં દર મહીને ચાર લાખ ફોન આવે છે. જેમાંથી એક લાખ ફોન રસ્તા પર ભીખ માગી રહેલા બાળકોના મળવા અંગેના આવે છે. મંત્રાલય આ બાળકોને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. મહિલા બાળ વિકાસ વિભાગ મંત્રાલય દ્વારા આવનારા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ વિભાગે હાલમાં જ એવા બાળકોને મુખ્યધારામાં શામેલ કરવા માટે સ્ટેડર્ડ ઓપરેટિંગ પ્રક્કિયા નક્કી કરી છે.
જે અંતર્ગત રસ્તા પર રહેનારા બાળકોના પુનર્વાસનું કામ એનજીઓને આપવામાં આવ્યું છે. જે આવા બાળકોનો સંપર્ક કરશે. ત્યાર બાદ સમિતિ બાળકોના લાલાનપાલન માટે અલ્પકાલિન વ્યવસ્થા કરશે. તેમને નજીકના બાળ કલ્યાણ કેન્દ્રમાં મોકલવામાં આવશે. ત્યાંથી બાળકને તેના પરિવારને ન મળવાવમાં આવે ત્યાં સુધી રાખવામાં આવશે. બાળકોના આધારકાર્ડ, બેંક ખાતા, સ્વાસ્થ્ય વીમા જેવી સુવિધઆઓની યોજના બનાવવામાં આવશે.