મુંબઇ: બોલીવુડમાં હાલના સમયમાં બાયોપિક બનાવવાનો ટ્રેંડ છે. તાજેતરમાં જ એવી બે ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે. હવે બાયોપિકને લઇને એક મોટી વાત સામે આવી છે. એો ખુલાસો કરવામાં આવ્યો છે કે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટિરીની મજબૂત અભિનેતામાંથી એક પરેશ રાવલે.
ટ્વિટર પર એક પ્રશ્નનો જવાબ આપતાં પરેશ રાવલે એવું કમ્ફર્મ કર્યું છે કે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનો ભાગ છે.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પરેશ રાવલે નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઘણી જનસભાઓ સંબોધી છે અને એ એમના નજીકના પણ માનવામાં આવતાં હતા. પરેશ રાવલે એક સભામાં કહ્યું હતું કે બંને નેતા સીધું સ્પષ્ટ બોલનારા છે.
આટલું જ નહીં, એમનું એવું પણ કહેવું હતું કે મારા એક્ટિંગ કરિયર માટે નરેન્દ્ર મોદીનો રોલ નિભાવવો એક નિર્ણાયક અને સ્થાયી છાપ છોડનારો સમય હશે.
અમદાવાદથી ભાજપ ધારાસભ્ય અને અભિનેતા પરેશ રાવલએ પીએમ મોદીની તુલના ભગવાન રામ સાથે કરી દીધી, પીએમ મોદીના વખાણ કરતાં પરેશ રાવલે કહ્યું કે, ‘2014માં એમની જીત મોદી લહેરમાં એવી જ રીતે થઇ હતી જેવી રીતે રામના નામથી પથ્થર સમુદ્રમાં તરવા લાગ્યો હતો.’