કોરોના ની સ્થિતિ એ દરેક ધંધા ઉપર માઠી અસર ઉભી કરી છે ત્યારે ફળો ના રાજા ગણાતી વલસાડી કેરી ના માર્કેટ ઉપર પણ અસર ઉભી કરતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે અને વિદેશ માં જતી કેરી હાલ અટકી ગઈ છે અને લોકડાઉન ને પગલે સ્થાનિક બજાર માં પણ વેચવી અઘરી પડી રહી છે હાલ વલસાડ ના કેરી માર્કેટ માં કેરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને કેસર અને વલસાડી હાફૂસ કેરી આવી રહી છે
વલસાડ ના વેપારી એ સત્ય ડે સાથેની વાતચીતમાંજણાવ્યુ હતું કે વલસાડ ના ધરમપુર ના ઘણા ગામડા માંથી આવતી કેરી બોર્ડર સીલ હોઈ આવી શકતી નથી.ધરમપુરના ગામડાઓ માં અખાત્રીજ ના દીને પરંપરાગત રીતે ખેડૂતો એ થોડી કેરીની બેડ કરી મુહૂર્ત કર્યું હતું પણ હાલ લોકડાઉનને લઈ તેમણે કેરી વેચાણ ક્યાં કરવી તે પ્રશ્ન છે હાલ માં ધરમપુર માં પણ માર્કેટ બંધ છે અને વલસાડ લઈ જઈ શકતા નથી તેવી સ્થિતિ છે ત્યારે હવે ખેડૂતો કેરી ક્યાં વેચશે તે અંગે પણ અસમંજસની સ્થિતિ ઉભી થવા પામી છે. ત્યારે તંત્ર કેરી લે-વેચની વ્યવસ્થા ઉભી કરે એ જરૂરી બન્યું છે.ખેડૂતો એ જણાવ્યું કે અખાત્રીજ ના દિવસોમાં કેરીનો ગોટલો પાકો થાય છે તેથી તેને આંબા પર થી ઉતારવામાં આવે છે અને દર વર્ષે વેચાણ ચાલુ થાય છે પણ હાલ લોકડાઉનમાં માર્કેટ શરૂ નહીં થતા શ્રીફળ વધેરી અગરબત્તી પેટાવી મુહૂર્ત કરી થોડી કેરી બેડી છે. સરકાર કેરી વેચાણની વ્યવસ્થા કરે એવી લાગણી છે. લોકડાઉનના કારણે ખેડૂતો અસમંજસમાં છે. અથાણાં, મુરબ્બોની કેરી તૈયાર થઈ છે પણ વેચાણ અટકી પડતા સમસ્યા ઉભી થઇ છે.
બુધવાર, મે 7
Breaking
- Breaking: ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોનાં મોત, ભાઈ રૌફ અસગર અને પુત્રવધૂ હુઝૈફાનો પણ સમાવેશ
- Breaking: પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું – જો ભારત હુમલો બંધ કરે તો…
- Breaking: ભારતીય સેનાએ પાકિસ્તાની JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યું, પાઈલટની શોધ ચાલી રહી છે
- Breaking: ઓપરેશન સિંદૂરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પર બોમ્બ ધમકીથી હડકંપ
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’