તાંદલજા વિસ્તાર ના મહાબલિપુરમ વિસ્તારમાં રહેતા અમીન વ્હોરા ના માતા મુમતાજબાનું ઐયુબ ભાઈ વોહરા ને બરોડા હાર્ડ હોસ્પિટલમાં ત્વરિત સારવાર નહિ મળતા તેઓનું કરુણ મોત થતા તબીબ ની બેદરકારી નો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો મૃતક ના પુત્ર અમીન વ્હોરા સેવાભાવી વ્યક્તિ છે જેઓના ઘરે જ શોક નો માહોલ સર્જાયો છે,
તેઓએ જણાવ્યું હતું કેબરોડા હાર્ટ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હોત તો આજે પોતાની માતાનો જીવ બચી જાત તેવું અમીન વ્હોરા એ જણાવ્યું હતું
હોસ્પિટલ નો સ્ટાફે ત્યાં સુધી કહી દીધું કે તાંદલજા રેડ ઝોન માં આવતું હોય સારવાર નહીં થઈ શકે.જોકે તાંદલજા મા અમુક વિસ્તાર ને રેડ જાહેર કરવામાં આવેલ છે.જેમાં મહાબલી પુરામ નું નામ રેડ ઝોન મા નથી તેમ જાણવા મળ્યું હતું
આ સમગ્ર ઘટના ને લઈ સામાજિક કાર્યકર હાજી જુનેદ શેખ તથા મૃતક ના પુત્ર એ તેમને ન્યાય મળે તે માટે કલેકટર કચેરી તથા પોલીસ ભવન ખાતે જઈ લેખીત માં રજુઆત કરી હોસ્પિટલ ની બેદરકારી ને કારણે એક નિર્દોષ નો સારવાર ના અભાવે જીવ ગયો હોવાની રજુઆત કરી તપાસ કરી પગલાં ભરવા માંગ કરી હતી.