28 એપ્રિલ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતે જે શ્રેણીબદ્ધ પગલાંઓ, આરોગ્યલક્ષી કાર્યવાહિ અને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત પાલન સહિતની કરેલી કામગીરીનું વિસ્તૃત વિવરણ આ વિડીયો કોન્ફરન્સમાં કર્યુ હતું.
વિજય રૂપાણી ગુજરાતની સાચી સ્થિતી વર્ણવી નથી. લોકોની દર્દભરી વાતો કહેવાના બદલે સારી સારી વાતો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહી છે.
લોકો પ્રશ્ન કરી રહ્યાં છે તે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરમાં જવાબ આપીને વડાપ્રધાનને પ્રશ્ન કરવા જોઈએ, તેમને આક્રમકતાથી ગુજરાતના હીતમાં આકરા થવું જોઈએ. ગુજરાતના લોકો મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને પ્રશ્નો પૂછી રહ્યાં છે.
શું છે પ્રજાની વેદના ?
1 લોકડાઉનની એકાએક જાહેરાત કરીને ગુજરાતના કરોડો લોકોનું જીવન કેમ બરબાદ કર્યું
2 ગુજરાતમાં કામ કરતાં 1 કરોડ લોકોની ખેવના કેમ ન રાખી અને રસ્તા વચ્ચે ઊભા રાખી દીધા.
3 બેરહમીથી પોલીસે લોકો પર ત્રાસ ગુજારેલો છે. જાહેરમાં પ્રજાને રોડ વચ્ચે હુમલા કર્યા છે, જે કાયદા વિરૂદ્ધ હોવા છતાં તેમ કોઈની સામે પગલાં ન ભરાયા.
4 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આઇપીસીમાં લોકડાઉનના 95 હજાર ગુના અને 1.37 લાખ લોકોની અટકાયત કરી તથા 1.37 લાખ વાહનો જપ્ત કરાયા છતાં કેમ કેસ અને મોત વધી ગયા.
5 ખેડૂતોની પેદાશો વેચાઈ ન હોવાથી ખેતરમાં પડી રહી છે. આ રાષ્ટ્રીય બગાડ માટે કોણ જવાબદાર ?
6 ગુજરાતની આર્થિક નુકસાની એક લાખ કરોડથી વધું છે તેનું વળતર કેન્દ્ર સરકાર પાસેથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી કેમ માંગ્યું નહીં.
7 એપીએમસી બજાર કેમ ખોલવામાં ન આવ્યા ?
8 તમામ ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવારની મંજૂરી કેમ આપી નહીં ?
9 કોરોનાની સરકારે સારવાર કરીને વીમા કંપનીઓને કેટલાં કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો ? ખાનગી તબિબોને સારવારની છૂટ આપી હોય તો તે ખર્ચ સરકાર પર ન આવત અને વીમા કંપનીઓએ ભોગવવો પડ્યો હોત. સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થયો હોત.
10 કોરોના ટેસ્ટ નેગેટીવ આવે તેમને પોતાના ઘરે-વતન જવા દેવાની મંજૂરી કેમ ન આપી ?
11 સરકાર જો તમામને અનાજ આપી શકી હોય તો આજે લાખો લોકોને સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકોએ ભોજન કેમ આપવું પડે છે. કોરોડો લોકોને તેઓએ રાહત સામગ્રી અને દવા આપી છે. તો સરકાર ત્યાં ઉણી કેમ ઊતરી.
12 ચીનમાં કોરોના ફાટી નિકળ્યો છતાં અમદાવાદમાં 50 લાખ લોકોને ટ્રમ્પના કાર્યક્રમમાં ભેગા થવા દેવાની રૂપાણીએ મંજૂરી કેમ આપી.
13 મુખ્ય પ્રધાન લઘુમતી કોમમાંથી આવે છે. તમે સર્વધર્મના છો, છતાં એવું કેમ કહ્યું કે કોરોના મુસ્લિમ સમાજે ફેલાવ્યો છે. મુખ્ય પ્રધાનને ન શોભે આવું આવુ બેજવાબદાર નિવેદન કેમ કર્યું. મુસ્લિમ દેશથી દબાણ વધ્યું પછી આવા નિવેદન કેમ બંધ કરવા પડ્યાં.
14 રોગચાળા અંગે મુખ્ય પ્રધાન કે નાયબ મુખ્ય પ્રધાને પત્રકારોને વિગતો અને જવાબો આપવાના બદલે અધિકારીઓને કેમ આગળ ધરી દીધા.
15 અધિકારીઓ પ્રજાના કે પત્રકારોને જવાબ આપતાં નથી. ટ્વીટર પર કે ફેસબુક પર મુખ્ય પ્રધાનની કચેરીએ પ્રજાના પ્રશ્નોના જવાબ કેમ આપવામાં આવતાં નથી.
16 રોગચાળો વ્યાપક હતો તો કોરોનાના 51 હજાર ટેસ્ટ જ કેમ કર્યા. જે લોકો ટેસ્ટ કરાવવા માંગે છે તેમને તમામના કેમ ટેસ્ટ કરવામાં ન આવ્યા. રોજના 2800 ટેસ્ટ કરવાના બદલે તેનો વ્યાપ કેમ ન વધાર્યો. શું મજબૂરી હતી.
17 સરકારી કોરોના હોસ્પિટલોમાં અધૂરી અને માનવતાહીન સારવાર આપવાના બદલે સંવેદનશીલ સારવાર તમામને કેમ ન આપી.
18 તબિબો અને મેડિકલ સ્ટાફને તમામને સુરક્ષાના સૂટ પૂરા કેમ આપવામાં ન આવ્યા. આવા કેટલાં શૂટ અપાયા તેની વિગતો જાહેર કરવામાં કેમ આવતી નથી.
19 ડ્રોન સર્વેલંસ અને ખાનગી સોસાયટીઓના સીસીટીવી સર્વેલંસ સફળ રહ્યું તો સરકારે ઊભા કરેલાં અબજો રૂપિયાના નેટવર્ક કેમ સફળ ન થયા.
20 ખાનગી કંપનીઓ અને પેઢીઓએ ગરીબ અને મધ્યમ વર્ગના પગારો આપ્યા નથી. પગાર કાપી લીધા છે, નોકરીમાંથી લાખો લોકોને છૂટા કરી દેવાયા છે, તે અંગે કેમ એક પણ સામે પગલાં ભર્યા નથી.
પ્રજા આ સવાલોના જવાબ માંગે છે.