કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમેદ પટેલ, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન સહિત રાજ્યસભાના કેટલાક સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. ચૂંટણી પંચે રાજ્યસભાની દસ સીટો માટે આગામી 8 જૂને ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ બેઠકો માટે ત્રણ રાજ્યોમાં મતદાન કરવામાં આવશે. જેની ઔપચારિક જાહેરાત 22 મે ના રોજ કરાશે.
ગુજરાતમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ તથા ભાજપના રાજ્યસભા સાંસદ દિલિપભાઇ પંડ્યા અને સ્મૃતિ ઇરાની નો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યો છે.