વલસાડ માં મહિલાઓ કોરોના નું લોકડાઉન હોવા છતાં પણ નિયમો તોડી જાન ના જોખમે પોતાના બાળકો માટે છેક પારડી સાંઢપોર વિસ્તારમાં આવેલ શેઠિયા નગર થી છેક છીપવાડ સુધી માત્ર પીવાનું પાણી ભરવા જતી હોવાની વાત નો ખુલાસો થતા લોકડાઉન માં અનાજ ,પાણી ની સરકાર ની જવાબદારી ની બાંહેધરી નો અહીં છેડેચોક ભંગ થતો હોવાનું જણાયું હતું જોકે સારું છે કે વલસાડ માં સેવાભાવી સંસ્થાઓ અને સમજુ દયાવાન કાર્યકારો છે તે તે લોકો ત્યાં દોડી ગયા હતા અને અનાજ ની કીટ સાથે પાણી ન ટેન્કર ની પણ વ્યવસ્થા કરી માનવતા નો ધર્મ નિભાવ્યો હતો જો તંત્ર ના ભરોસે રહ્યા હોત તો હજુપણ પાણી મળ્યું ન હોત.
વલસાડના પારડી સાંધપોર વિસ્તારમાં આવેલ શેઠિયા નગર વિસ્તારમાં પીવાનું પાણી આવતું નથી અને અહીં ખારું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે જે ખારું પાણી માત્ર ન્હાવા ધોવા ના કામમાં આવે છે અને પીવાનું પાણી લેવા માટે લોકોને દુરદુર સુધી જવું પડી રહ્યું છે, અહીં જ્યારે વલસાડના સામાજિક સંસ્થાના કેટલાક આગેવાનો ફૂડ પેકેટનું વિતરણ કરવા ગયા તે સમય દરમિયાન ના રહીશોએ જણાવ્યું કે સાહેબ અમને જમવાની સાથે પાણીની વ્યવસ્થા પણ કરી આપો તો સારું અહીં પાણી આવતું જ નથી. ખાધા પછી પીવાનું માટે પાણી ક્યાંથી લાવવું તે સવાલ છે અને હાલમાં તો પોલીસ થી છુપાઈ ને પાણી લેવા અન્ય વિસ્તારોમાં જવું પડે છે કેમકે લોકડાઉન માં પોલીસ અટકાવે છે તેઓ ની વાત સાંભળી
વલસાડના કેટલાક સામાજિક કાર્યકરોએ પાણીનું ટેન્કર પહોંચાડ્યું હતું અને જ્યાં સુધી બીજી વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી પીવાનું પાણી પહોંચાડવા નું જણાવતા લોકો ખુશ થઈ ગયા હતા ખરેખર તો આ જવાબદારી તંત્ર ની છે પણ તેઓ ધ્યાન આપતા ન હોય સામાજિક કાર્યકરો પોતાનું યોગદાન આપી રહ્યા છે.