સુરતનાલીબાયત માં સોશ્યલ ડિસ્ટનિંગનો થઈ રહ્યો છે ભંગ,વીડિયો વાયરલ
સુરત માં કોરોના ની સ્થિતિ ખુબજ વિકટ છે અને તંત્ર તેમજ પોલીસ દ્વારા વારંવાર સૂચના અને અપીલ છતાં લોકો તેને નજર અંદાજ કરી રહ્યા છે આ વિસ્તારમાં લોકો લોકડાઉન સહિત ના નિયમો તોડી રહયા છે.
લીંબાયત વિસ્તારમાં ફરી એક વખત સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો
સોશિયલ મીડિયામાં વધુ એક વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે લોકો બિન્દાસ રીતે સોશિયલ ડિસ્ટનિંગ નો ભંગ કરતા નજરે પડી રહ્યા છે.
વાયરલ વિડીયો ગોડાદરા સ્થિત મંગલ પાંડે હોલ વિસ્તાર નજીકનો હોવાનું જણાય છે. નવાઈ ની વાત તો એ છે કે
આખો વિસ્તાર કોરોનટાઇન હોવા છતાં લોકોની અહીં ભીડ જોવા મળી રહી છે અને લોકો વસ્તુ ખરીદવા ભારે ભીડ માં એકત્ર થયા હોવાનું જણાય રહ્યું છે. આમ સુરત માં લોકો માં પૂરતી જાગૃતિ નહિ હોવાથી તંત્ર માં ચિંતા પ્રસરી છે.