કોરોના ની સ્થિતિ ઉભી થતા વલસાડ માં જ્યાં ત્યાં ભટકતા નિરાશ્રીતો કોરોનાનો ચેપ ન લાગે તે માટે અને બે ટાઈમ ભોજન મળી રહે તે આશય થી વલસાડના કુમાર છાત્રાલયમાં આશરો અપાયો છે પરંતુ આ આશ્રિતો એ હવે જૂની આદત મુજબ જાહેર માં શૌચ કરવાનું ચાલુ કરી દેતા સંડાસ ની દુર્ગંધ થી આસપાસ ની સોસાયટીમાં વસતા લોકો ત્રાસી ગયા છે અને હલ્લો બોલાવતા દોડી આવેલા તંત્રવાહકો એ માંડ કરીને મામલો થાળે પડ્યો હતો
વલસાડના તિથલ રોડ ઉપર કુમાર છાત્રાલયમાં આશરે ૨૦૦થી વધારે આશ્રિતોને સહારો આપવામાં આવી રહ્યો છે પરંતુ આ આશ્રિતો તો દ્વારા સવાર અને સાંજ જાહેરમાં સોચ કરતા હોય આજુબાજુના કોલોની અને વિસ્તારના રહેશો આજરોજ રોષે ભરાયા હતા અને હંગામો મચાવ્યો હતો
અહીં કુમાર છાત્રાલય ની બાજુમાં આવેલ ગોયા તળાવ શ્રીનાથજી સોસાયટી રામનગર સોસાયટી પ્રજ્ઞા સોસાયટી ભગવતી એપાર્ટમેન્ટ ભગવતી સોસાયટી ક્રિષ્ના એપાર્ટમેન્ટ મનીષ ભારતી સોસાયટી પૂજા અભિષેક સહિત આજુબાજુ ૨૦ થી વધુ સોસાયટી આવેલ છે અને આજરોજ તેમને હાઇજીન નો પ્રોબ્લેમ થયો થતા તેઓ
કુમાર છાત્રાલય પહોંચ્યા હતા અને જાહેર માં શૌચ નહિ કરવા મુદ્દે માથાકૂટ કરતા વલસાડ નગરપાલિકાના સભ્યો તેમજ નગર પાલિકાના કર્મચારી આવી મામલો થાળે પાડયો હતો અને આવું બીજી વખત નહીં બને એવું આશ્વાસન આપી સિક્યુરિટી વધુ મજબૂત કરી હતી
જોકે ઘણા વ્યક્તિનું કહેવું હતું કે અહીં રેહનાક વિસ્તાર હોય અને આશરે ૫૦૦૦ થી પણ વધુ લોકો અહીં વસવાટ કરે છે ત્યારે વલસાડ નગરપાલિકા દ્વારા અન્યત્ર જગ્યા ની ફાળવણી કરવાની જરૂર હતી.
કેટલાક આશ્રિતો તો ઘણી વખત તમાકુ અને દારૂ ની શોધમાં બહાર નીકળી જતા હોય છે અને સવારના સમયે ઘરની અંદર મહિલા સભ્ય પણ હોય અને જાહેરમાં શૌચક્રિયા ચાલતી હોય ક્યારે શરમજનક લાગતું હોય છે
આશ્રિતો ને અહીં ભલે રાખવામાં આવ્યા પરંતુ આવી સમસ્યાથી તેઓ કંટાળી ગયા છે અને આવું બીજી વખત થશે તો અમે અહીંથી તેઓને ખદેડી દઈશું કેવું ઘણા રહેણાંક વિસ્તારના લોકોએ જણાવ્યું હતું