હાલ કોરોના સ્થિતિ માં લોકડાઉન હોઈ લોકો ને ઉનાળા માં પૂરતું પાણી મળી રહે તે માટે ડેમ માં પૂરતો પાણી નો જથ્થો હોવાનું સબંધિત સૂત્રો એ જણાવ્યું હતું.
વલસાડ વાસીઓ માટે ખુશીની વાત છે કે હાલમાં વલસાડ વોટર વર્કસ પર આવેલા ડેમ ની સપાટી લેવલ કરતાં ઉપર પાણી છે ત્યારે વલસાડમાં આ વરસે પૂરતું પ્રમાણ માં પાણી મળી રહેશે
ત્યારે વલસાડ નગરપાલિકાના વોટર વર્કસ કમીટી ચેરમેન કિરણભાઈ ભંડારી સત્ય ડે ની સાથે વાત કરતા જણાવ્યું હાલ ગરમીની સીઝન છે અને ડેમમાં પાણી પણ ફૂલ છે અને કોંક્રિટ ની સપાટી ઉપર ૩૧ ઇંચ વધારે પાણી છે ત્યારે વલસાડ વાસી ઘરે રહો સુરક્ષિત રહો પાણી પુરવઠો બે ટાઈમ મળી રહેશે
અને લોકોને પૂરતો પાણીનો જથ્થો મળી રહે તે માટે વલસાડ નગરપાલિકાના વોટર વર્કસના કર્મચારીઓ ખડે પગે કામ કરી રહ્યા છે જોકે પારડી સાંઢપોર વિસ્તારમાં પીવાના પાણી ની જવાબદારી કોની તે પ્રશ્ન હજુ અધ્ધર છે અને સામાજિક કાર્યકરો પોતાના ખર્ચે લોકો ને પાણીના ટેન્કર પહોંચાડી રહ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું આ વિસ્તારના લોકો વલસાડ ના અન્ય વિસ્તારોમાં પાણી ભરવા મજબૂર બન્યા હતા