નવી દિલ્હી : વિશ્વભરમાં ઝૂમ (Zoom)ની વધતી લોકપ્રિયતા જોઈને ગૂગલે પોતાનું પ્રીમિયમ વિડીયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ગૂગલ Meet (મીટ) બધા માટે નિઃશુલ્ક કરી દીધી છે. તમે આ માટે ફ્રીમાં એકાઉન્ટ પણ બનાવી શકો છો અને તે મે મહિનાથી શરુ થશે.
ગૂગલની આ વિડીયો કોલિંગ સેવાનો ઉપયોગ કરવા માટે, સબ્સ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડતી હતો. ગૂગલે તેની એક બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે, ગૂગલ મીટ વિશ્વભરના વપરાશકર્તાઓ માટે નિઃશુલ્ક બનાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, અત્યાર સુધી, ગૂગલ બિઝનેસ અથવા એજ્યુકેશન એકાઉન્ટને ગૂગલ મીટ એપ્લિકેશનનો ઉપયોગ કરવો જરૂરી હતો. પરંતુ હવે સામાન્ય વપરાશકર્તાઓ તેમની કોઈપણ જીમેલ આઈડી સાથે સાઇન અપ કરી શકે છે. તેનો ઉપયોગ વેબ, એન્ડ્રોઇડ અને આઇફોન સહિત ત્રણેય સાઇટ્સ પર વિના મૂલ્યે કરી શકાય છે.
ગૂગલ મીટની વિશેષતા એ છે કે આ દ્વારા 100 લોકોને વીડિયો કોલમાં ઉમેરી શકાય છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે, વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ છે, આવી સ્થિતિમાં, આજકાલ ઘરેથી કામ દરમિયાન સૌથી વધુ વિડીયો કોલિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.