રાજકોટમાં 59 કોરોના કેસ નોંધાયા છે પરંતુ ગઇકાલે પહેલું મોત થયું હતું. 65 વર્ષના વૃદ્ધા મોમીનાબેન ઝીકરભાઇને 9 દિવસ પહેલા કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો પરંતુ સારવાર સફળ ન રેહતા તેનું મોત થયું નીપજયું હતું. બે દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગઇકાલે વૃદ્ધાને બચાવવા માટે બેંગ્લોરથી 37 હજારનું 10 એમએલનું ટોસીલીઝુમાબ એક્ટેંમર નામનું ઇન્જેક્શન મગાવ્યું હતું. ઇન્જેક્શન આવ્યા બાદ આઇવી ફ્લૂઇડ એટલે કે બાટલા વડે તેમના શરીરમાં અપાયું હતું. ઇન્જેક્શન શરીરમાં અસર શરૂ કરે તેની 15 મિનિટ બાદ વૃદ્ધાએ દમ તોડી દીધો હતો. વૃદ્ધાના મોત બાદ તેનો મૃતદેહ 6 કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં પડી રહ્યો હતો. બાદમાં મોડી રાત્રે તેની દફનવિધિ કરવામાં આવી હતી.