ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ દિવસ પૂર્વે લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે સવારે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યુ છે.
ગુજરાત રાજ્યમાં ઈજનેરી પ્રવેશ માટેની અગત્યની ગણાતી ગુજકેટની પરિક્ષા સમગ્ર રાજ્યમાં એ-ગ્રુપમાં ૫૫૦૩૫ છાત્રો અને ૧૧૪૩૮ છાત્રાઓ મળી કુલ ૬૬૪૭૩ પરીક્ષાર્થીઓએ તેમજ બી-ગ્રુપમાં ૨૮૬૨૧ છાત્રો અને ૩૬૯૨૧ છાત્રાઓ મળી કુલ ૬૫૫૪૨ પરીક્ષાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.
આજે જાહેર થયેલ પરીક્ષાના પરિણામમાં ૯૯ પીઆરથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના ૬૬૫, બી-ગ્રુપના ૬૬૨ તેમજ ૯૯ પીઆરથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના ૧૩૪૦ છાત્રો અને બી-ગ્રુપ ૧૩૧૨ છાત્રો. જ્યારે ૯૬ પીઆરથી વધુ ગુણ મેળવતા પરીક્ષાર્થીઓમાં એ-ગ્રુપમા ૨૭૧૨ છાત્રો, બી-ગ્રુપના ૨૬૫૬ છાત્રો તો ૯૨ પીઆરથી વધુ ગુણ મેળવતા એ-ગ્રુપના ૫૩૫૧ છાત્રો બી-ગ્રુપના ૫૨૯૩ તેમજ ૯૦ પીઆરથી વધુ ગુણ મેળવતા ૬૭૦૦ એ-ગ્રુપના અને ૬૫૯૦ છાત્રો બી-ગ્રુપના છે. ઙ્ગ
ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા શિક્ષણમાં આમુલ પરિવર્તન આવી રહ્યુ છે. પ્રથમ વખત ગુજરાતમાં મેડીકલ માટે નીટની પરીક્ષા તો ગુજકેટની પરીક્ષા દ્વારા મેળવેલ ગુણના આધારે બીઈ, બીફાર્મ, ડીફાર્મના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવશે. સંભવતઃ ગુજકેટની આ કસોટી આખરી હોવાનું પણ માનવામાં આવે છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે સેમેસ્ટર પદ્ધતિ રદ કરી હવે વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે. ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે બપોર સુધીમાં શાળાઓને અને બપોર બાદ અથવા આવતીકાલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.