નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (30 એપ્રિલ) કોરોના વાયરસ રોગચાળાને પગલે સ્થાનિક રોકાણમાં વધારો કરવાના વિવિધ પગલાંની સાથે અર્થતંત્રને વેગ આપવા માટે વધુ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અંગે ચર્ચા કરી હતી. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ આ અંગે એક બેઠક યોજી હતી. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે દેશમાં અસ્તિત્વમાં રહેલા ઔદ્યોગિક જમીનો, પ્લોટ, સંકુલ વગેરેમાં પરીક્ષણ કરેલ, તૈયાર માળખાગત કામોને પ્રોત્સાહન આપવા અને જરૂરી આર્થિક સહાય પૂરી પાડવા માટેની યોજના વિકસિત થવી જોઈએ.
મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે રોકાણકારોને જાળવી રાખવા, તેમની સમસ્યાઓનું નિરાકરણ અને સમયમર્યાદામાં તમામ જરૂરી કેન્દ્રીય અને રાજ્ય મંજૂરી મેળવવા તેમને મદદ કરવા માટે દરેક સંભવિત પગલા સક્રિય રીતે લેવા જોઈએ. બેઠકમાં દેશમાં ઝડપથી રોકાણ લાવવા અને ભારતીય સ્થાનિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વ્યૂહરચનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.