રમઝાનના મહિનામાં પણ પાકિસ્તાન કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. રમઝાનના મહિનામાં છઠ્ઠી વખત એટલે કે ગુરુવારે પણ પાકિસ્તાને પુંછમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાર ભારે ગોળીબારી કરી હતી. આ ફાયરિંગમાં ઘરની બહાર એક બાળકનું મોત થયું છે. તે 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અહેવાલ પ્રમાણે પુંછના મનકોટે તાલુકામાં મો.રાશિદના ઘરમાં ઈફતારની તૈયારી ચાલી રહી હતી તે સમયે એક છોકરો ગુલફજાર ઘરની બહાર ઉભો હતો. તે સમયે પાકિસ્તાન તરફથી ગોળીબારી અને મોર્ટારના સ્પ્લંટર તેને લાગ્યુ હતું તેને લીધે આ છોકરાનું મોત થયુ હતું.