અમરેલીના 4 તાલુકાઓના 10 હજાર કરતાં વધું લોકો બહાર ફસાયા છે તેમને ફરી પોતાના વતનમાં લાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર સરકાર સમક્ષ માંગણી કરી છે.
અમરેલીના રાજુલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાઓમાંથી હિરાના કારીગરો, ખેતમજુરો, શ્રમિકો, નાની-મોટી નોકરીઓ કરી ગુજરાતમાં રોજગારી રળવા પરિવાર સાથે ગયેલા 10 હજારથી વધું લોકો લોકડાઉનમાં ફસાઈ ગયા છે.
તેમની પાસે નાણાં નથી, હાલમાં કોઈ કામકાજ નથી અને આવક બંધ છે. ખાવાના પણ સાંસા છે. કોઈ ભાવ પુછવા વાળુ પણ નથી. આ વિસ્તારના ધારાસભ્ય અંબરીષ ડેરને મોબાઈલ ફોન દ્વારા સંર્પક કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંપર્ક કરીને છોડાવવા માટે માંગણી કરી હતી.
રાજુલામાં 10 હજાર લોકો આવશે ત્યારે તેમને ધારાસભ્ય પોતે કેમ્પમાં સાચવશે.
અંબરીષ ડેરે રાજુલા ખાતેના પોતાના કાર્યાલયે કન્ટ્રોલરૂમ શરૂ કરીને પાંચ અલગ અલગ ટીમો બનાવી પોતાને જે કોઇ નંબર ઉપરથી મદદ માટે મોબાઇલ ફોન આવેલા તેવા લોકોના મોબાઇલ નંબર આપી તેઓને સંપર્ક કરી તમે કયા છો કેટલા લોકો છે તે અંગેની માહિતી લેવાની સુચનાઓ આપતા આ ટીમે 28 એપ્રિલ અને 29 બે હજારથી વધ્ાુ ફસાયેલા લોકોનો સંપર્ક કરી સંબધી માહિતી અકત્રીત કરી હતી. મુખ્યમંત્રી અને તેમના અગ્ર સચિવ મનોજદાસને મેઇલ કરી સંબધીત માહિતી પુરી પાડી હતી.
સુરત રહેતા લોકો અમરેલી તરફ પ્રવાહ શરૂ થયો છે. અમરેલી જિલ્લાની બોર્ડરે મોટો પોલીસ ફોર્સ તૈનાત કરી દીધો છે. સુરતથી અમરેલી સુધીમાં આવતા તમામ જિલ્લાના એસપી, કલેકટરને આ પ્રવાહને રોકવા સૂચના આપી છે. અમદાવાદ,સીટી, ગ્રામ્ય, બોટાદ,ભરુચ આણંદ વડોદરા અને ભાવનગર રેન્જ વડા સાથે ચર્ચા કરી જે નિકળી ગયા છે તેને પરત કરવામાં આવી રહ્યાં છે.