ભારતીય આર્મીએ કાશ્મીરમાં પાકિસ્તાની ઘુસણખોરી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતાં નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની ચેક પોસ્ટને નષ્ટ કરી છે અને તેનો વીડિયો પણ જારી કર્યો છે.
ભારતીય આર્મીના મેનજર જનરલ અશોક નરુલાએ મંગળવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ કે આતંકવાદીઓની ઘુસણખોરી રોકવા માટે આ કાર્યવાહી કરાઇ છે. પાકિસ્તાની લશ્કરે પોતાની ચોકીઓ અને બંકરોની મદદથી આતંકવાદીઓને સહાય કરે છે. જે ચોકીઓને ભારતે નષ્ટ કરી દીધી છે. આ કાર્યવાહીનો વીડિયો પણ બનાવાયો છે.