સેલવાસના પીપળીયા જીઆાઈડીસીમાં આવેલ હેમિલ્ટન કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ચાર શહેરોની ફાયરબ્રિગેડ હાલ ઘટનાસ્થળે છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. આ બનાવમાં કોઈ જાનહાની સમાચાર નથી. જોકે આગને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગને કારણે કંપનીને મોટું નુકશાન થઈ શકે છે તેવી માહિતી મળી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી.સેલવાસ નજીક પીપળીયા જીઆઈડીસીમાં આવેલ હેમિલ્ટન નામની થર્મોસ બનાવતી ફેક્ટરીમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ફેક્ટરીના બિલ્ડિંગના ત્રણેય માળમાં આગ પ્રસરતા આગની જ્વાળાઓ ઉંચે સુધી જોવા મળી હતી. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં ધુમાડાનાં ગોટેગોટા જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં ભયની લાગણી પ્રસરી હતી. ફેક્ટરીમાં કામ કરતા કામદારો અને અન્ય સ્ટાફ પણ જીવ બચાવવા ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા.આ ઉપરાંત આજુબાજુના વિસ્તારના લોકો પણ પોતપોતાના ઘરના બહાર નીકળી ગયા હતા. બનાવની જાણ થતાં જ વાપી, વલસાડ, સેલવાસ અને દાદરાનગર હવેલીના ફાયરબ્રિગેડના જવાનો તાબડતોબ ફાયર ફાઈટરો અને વોટર ટેન્કરનો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા જોકે હજુ સુધી આગ કાબૂમાં આવી નથી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.