અમદાવાદ ના પાલડી વિસ્તાર માં આવેલ એઇમ્સ હોસ્પિટલ ના માલિક અમિત મણિયાર થી આજુ બાજુ ની સોસાયટી ના રહીશો ત્રાહિમામ પોકારી ગયા હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી છે. હાલ દેશ માં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે પાલડી માં આવેલી એઇમ્સ હોસ્પિટલ ની કેટલીક હરકતો સામે સ્થાનિક રહીશો અવાજ ઉઠાવી રહ્યા છે પરિણામે સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં સત્ય ડે ના પ્રતિનિધિ સાથે ની વાતચીતમાં રહીશો એ આ હોસ્પિટલ ની કાયદેસરતા સામે સવાલો ઉઠાવ્યા હતા.
સોસાયટી ના રહીશો દવારા અહીં પાર્કિંગ ની જગ્યા માં ઇમરજન્સી પેસન્ટ ની સારવાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા હાલ જ્યાં પાર્કિંગ છે ત્યાં ફક્ત એમ્બ્યુલન્સ પાર્કિંગ નું બોર્ડ મારવા માં આવ્યું છે પણ ત્યાં તો બેડ પાથરી દેવામાં આવ્યા છે. આ અંગે આજુબાજુ ના રહીશો રજુઆત માટે ગયા તો હોસ્પિટલ ના માલિક અમિત મણિયારે તેમને તમારા થી થાય તે કરી લો હું મોટી રાજકીય વગ ધરાવું છું અને ઇલેક્શન માં ભાજપ ને ફંડ પણ આપું છે એટલે મારી હોસ્પિટલ બંધ કરાવવા ની કોઈ ની તાકાત નથી તેવું કહ્યા નો આક્ષેપ કર્યો હતો ત્યારબાદ આજુબાજુ ની સોસાયટી ના રહીશો એ જણાવેલ કે આ હોસ્પિટલ નું તંત્ર એટલું ખરાબ છે કે મેડિકલ વેસ્ટ નો સામાન અહીં ની ડ્રેનેજ લાઇન માં બારોબાર ઠાલવવા માં આવે છે તો અમે તો આજુ બાજુ ની સોસાયટી ના રહીશો ને ગંભીર બીમારી થશે તો તેની જવાબદારી કોણ લેશે.
વધુ માં જ્યારે સત્ય ડે ની ટીમ સોસાયટી ના રહીશો નો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા અને હોસ્પિટલ ની બહાર ઉભા રહી ને હોસ્પિટલ ની વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે એઇમ્સ હોસ્પિટલ ના તંત્ર દ્વારા બહાર આવી ને સત્ય ડે ની ટીમ ને જણાવેલ કે તમારે અમારી હોસ્પિટલ ના વીડિયો લેતા પહેલા અમારી પરમિશન લેવી પડશે ત્યારે સત્ય ડે ની ટીમ દ્વારા જણાવેલ કે અહીં રહીશો નો આક્ષેપ છે કે આ હોસ્પિટલ આખી ગેરકાયદેસર છે તો એના વિશે અમારે તમારૂ પણ વર્જન જોઈએ છે તો તેઓ ભાગી ને અંદર હોસ્પિટલ માં જતા રહેલ ત્યારે હવે ખરેખર આ હોસ્પિટલ સામે સવાલો ઉભા થયા છે અને હોસ્પિટલ ના અમિત મણિયાર ને ક્યા રાજકીય નેતા નું પીઠબળ છે તે અંગે અહીં ના લોકો માં અનેક સવાલો ઉઠી રહ્યા છે અને જો એવું કઈ ન હોય તો તંત્ર દ્વારા લોકો ની રજુઆત સાંભળી જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે.