નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે. કોવિડ-19નાં કારણે લેવામાં આવેલા માપદંડોનો અમલ ચાલુ રાખવામાં આવતા, ભારતીય રેલવેની તમામ મુસાફર ટ્રેનોની સેવાઓ રદ કરવાની મુદત આગામી 17 મે 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અર્થ એ કે લોકડાઉન 3.0 દરમિયાન ભારતીય રેલવે સેવા બંધ રહેશે. જોકે, કેટલીક સ્પેશિયલ ટ્રેન અને માલવાહક ટ્રેન દોડતી રહેશે.
જોકે, વિવિધ સ્થળે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોના પરિવહનની કામગીરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના સંદર્ભમાં રાજ્ય સરકારોની જરૂરિયાત અનુસાર વિશેષ શ્રમિક ટ્રેનોમાં કરવાની રહેશે.
વર્તમાન સમયમાં, માલની હેરફેર કરતી અને પાર્સલ ટ્રેનોનું પરિચાલન યથાવત રહેશે.