લોકડાઉન માં ફસાઈ ગયેલાઓ ને પોતાના વતન જવાની છૂટ તો મળી પણ સરકારી કાગળો ના કાવાદાવા માં અટવાઈ ગયેલા શ્રમજીવી પરિવારો ની હાલત દયનિય બની ગઈ છે અને હેરાન પરેશાન થઈ ગયા છે.છેલ્લા કેટલાય દિવસથી કલેક્ટર ઓફિસના ધક્કા ખાઇ રહેલા પરપ્રાંતિયોને યોગ્ય જવાબ ન મળતા તેઓ નિરાશ થઈ ગયા છે અને હતાશા ફરી વળી છે. આ બધા વચ્ચે હદ તો ત્યારે થઈ કે છેલ્લા ચાર દિવસથી કેન્સરનો એક દર્દી વલસાડ કલેકટર ઓફિસના ધક્કા ખાઈ રહ્યો છે જેના મુંબઈ હોસ્પિટલમાં જવું છે પરંતુ અહીં યોગ્ય જવાબ ન મળતા કેન્સર પીડિત વલસાડની કલેક્ટર ઓફિસના ધક્કા ખાઈ રહ્યો છે અને યોગ્ય જવાબ નથી મળી રહ્યો , બીજી વાત એકે જે લોકોએ મોટાભાગે જે કામો જિંદગી માં કર્યાજ નથી તેવા ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરતા આ મજૂરોને ફોર્મ કેવી રીતે ભરવુ તે પણ સમજ નહિ પડતા ભારે મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે અને વલસાડ નું પ્રશાશન ઘૂંટણિયે પડી ગયું હોય તેમ ફીફાં ખાંડી રહ્યું છે .ત્યારે આમતેમ અટવાઈ રહેલા નો પોકાર ગાંધીનગર માં બેઠેલા સાંભળે તે જરૂરી બન્યું છે દેશ પર આવી પડેલી વિપદા સમયે નેતા લોકો ડાયરેકટ ઇનવોલ થઈ કોઈ રસ્તો કઢાવે તે જરૂરી બન્યું છે.