Bhilad: Campaign to collect health data of aged people was started
વલસાડ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા ભીલાડ અને દહેલી ગામમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ના વ્યક્તિઓ નું હેલ્થ ડેટા એકત્ર કરવાની કામગીરી નો આરંભ કરાયો છે. આ નિદાન નિઃશુલ્ક ધોરણે કરવામાં આવી રહ્યું છે અને તેનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે.
એકાદ સપ્તાહ સુધી ચાલનારી આ કામગીરી દરમ્યાન લોકોની સોશિયલ ડિસ્ટન્સ સાથે તપાસ કરવામાં આવશે.
ઉમરગામ તાલુકાના ભીલાડ અને ડહેલી ખાતે ગ્રામ પંચાયતના સરપંચો ડેપ્યુટી સરપંચ,જિલ્લા પોલીસવડા શ્રીજી હોસ્પિટલના તબીબ શ્રીવાસ્તવના સહકાર સાથે એકાદ સપ્તાહનો નિઃશુલ્ક આરોગ્ય તપાસ કાર્યક્રમ હાથ ધર્યો છે.આ અંગે ભીલાડ પંચાયતના કપિલ જાદવે વિગતો આપતા જણાવ્યું કે ગામના 12-12 વડીલોની ટીમ બનાવી સાંજે 5થી 7 સુધીના સમયમમાં તેમને અગવડના પડે તે મુજબ સમય આપી નિઃશુલ્ક નિદાન હાથ ધર્યું છે.દરરોજ આ વ્યવસ્થા મુજબ વડીલોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમનું નિદાન કરી તેમને જે પણ જૂની બીમારી છે,તેનો ડેટા એકત્ર કરવામાં આવશે.આ ડેટા જિલ્લા પોલીસવડા પાસે અને ગ્રામપંચાયત પાસે રહેશે.