લોકડાઉન ૩ માં સરકારે થોડી ઘણી છૂટછાટ આપી છે તેના ભાગરૂપે વલસાડ માં પણ
કેટલીક દુકાનો ખુલતા શહેરમાં સવારના સમયે લોકો પોતાના વાહનો લઈ બહાર નીકળી પડ્યા હતા અને ફરી એકવાર ધમધમાટ જોવા મળ્યો હતો હાલ સરકારી જાહેરનામા મુજબ વલસાડ અને ગ્રામ્ય વિસ્તારોમાં નાની મોટી દુકાનો ને કેટલીક શરતો સાથે છૂટ આપવામાં આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારનાં વેપારીઓ અને ગામના લોકો સવારે સાતથી સાંજના 7 વાગ્યા છૂટ ને લઈ પોતાના કામો માટે
નીકળી પડ્યા હતા.
જોકે વલસાડ હાલ ઓરેન્જ ઝોન માં છે કેસ ઓછા છે પણ નોંધાયા ચોક્કસ છે તેથી જનતા એ આ છૂટછાટ નો ગેરપયોગ ટાળી કામ સિવાય બહાર નહિ નીકળવું જોઈએ અને લોકડાઉન નો અમલ કરી ડિસ્ટનિંગ નું પાલન કરવા અનુરોધ કરાયો છે.