વલસાડ નજીક આવેલા ડુંગરી ખાતે હાલ તંત્ર નાં આદેશ અનુસાર 2 કલાક સુધી જીવન જરૂરિયાત ચીજવસ્તુની દુકાનો ચાલુ કરવાની પરવાનગી આપેલ છે.જોકે ડુંગરી નાં સ્થાનિક વેપારીઓની માંગ કરી રહ્યા હતા કે આજુબાજુ નાં અન્ય વિસ્તારોમાં 4 કલાક દુકાનો ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે માત્ર ડુંગરી માં શા માટે 2 કલાક જ દુકાન ચાલુ રાખવાનો આદેશ છે.. મામલો થોડો ગરમતા વલસાડ મામલતદાર એ ડુંગરી માં આવી વેપારીઓ સાથે મુલાકાત કરી વેપારી તેમજ નાના મોટા દુકાનદારો ઓને સમજાવ્યા હતા. તેમજ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવાનું જણાવ્યું હતુ