સુરતના પરવત પાટીયા નજીકથી 108 એમ્બ્યુલન્સના બે પાયલોટ બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં. જેથી તેમને સારવાર અર્થે 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્ને પાયલોટે ફિનાઈલ પીધાનું તપાસમાં બહાર આવ્યું હતું. બીજી તરફ એક પાયલોટે નોકરી છીનવી લેવાતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સુસાઈડ નોટ લખેલી મળી આવી હતી. હાલ સિવિલમાં બન્ને પાયલોટની સારવાર ચાલી રહી છે.ત્યારે 108 ના ઇએમટીઓ હડતાલ ના મૂળમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહયા છે.
આપઘાતનો પ્રયાસ કરનાર પાયલોટે લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યાનુસાર રાજેશ ગામીત ,
મહેશ ચૌહાણ અને દુર્ગેશ પરમારને અમદાવાદ બોલાવવામાં આવ્યાં હતાં. ત્રણેય પાયલોટને ટ્રાન્સફર યોગ્ય જગ્યાએ આપવાનું કહી બોલાવાયાં હતાં. પરંતુ ત્યાં બોલાવી અગાઉના સમયે સ્ટ્રાઈકમાં જોડાવાનું કારણ પુછવામાં આવ્યું હતું. જેમાં દુર્ગેશે જવાબ લખી આપ્યો હતો. જ્યારે રાજેશ અને મહેશે જવાબ ન આપતાં બન્નેને ટર્મીનેટ કરી દેવાયા હતાં. આજે ત્રણેય સુરત આવતાં દુર્ગેશને નોકરી પર ચડવા દેવાયો હતો. જ્યારે મહેશ અને રાજેશને નોકરી પર નહોતાં ચડવા દેવામાં આવ્યાં. જેથી બન્નેએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ઉપરાંત રાજેશ ગામીત પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે ગંભીર આક્ષેપ કરતાં કલેક્ટરને ઉદ્દેશીને લખ્યું હતું કે, ઈએમઈ કિરણ સરે ફોન કરીને અમદાવાદ મોકલ્યા હતાં. અમદાવાદમાં મેલારાવ સાહેને મળ્યાં ,જેમણે રીઝાઈન લેટર આપ્યો હતો. અને ભૂલ શું તે કહેતા ખરી ખોટી સંભળાવી હતી.સાથે જ કંઈ થાય તો કાર્યવાહી કોના વિરુધ્ધ કરવી તેના નામ પણ સુસાઈડ નોટમાં લખવામાં આવ્યા છે.