કોરોના મહામારીને પરિણામે સમગ્ર ભારતમાં છેલ્લાં 40 દિવસથી લૉકડાઉન છે અને હજુય આ સમય લંબાય તેવું લોકો વિચારી રહ્યા છે આવા સમયમાં પેટઓનર્સ માટે અઘરો સમય ચાલી રહ્યો છે. આ સમયગાળામાં ડૉગ્સના સ્વભાવમાં ફેરફારો આવ્યા છે. જેને લઈને પેટઓનર્સ ચિંતિંત છે. આ માટે ડૉગ ટ્રેનર્સ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં ડૉગ્સની સંભાળ કેવી રીતે રાખવી.
જે લોકોએ ડૉગને પાળ્યા છે તેઓ નિયમિત રીતે તેને ખુલ્લી જગ્યાઓ પર ઓછામાં ઓછા એક કલાક બહાર ચાલવા લઇ જતા હતા તે હવે ઘણાં દિવસથી બંધ છે. ડૉગ્સ તેનું રૃટિન ખૂબ સ્ટ્રીકલી ફોલો કરતા હોય છે જ્યારે છેલ્લાં 40 દિવસથી તેનું તેના ઓનર સિવાય કોઇની સાથે ઇન્ટરેક્શન થઇ શકતું નથી તેથી અત્યારે ડૉગ્સ વધારે ચીડીયા અને હાયપર એક્ટિવ થઇ ગયા છે જેને સંભાળવા મુશ્કેલ છે અને આ કારણસર ડૉગ બાઇટિંગના કેસ વધી રહ્યા છે. તે બહાર ન જઇ શકવાને કારણે તેની એનર્જી બહાર નીકળતી નથી જેને પરિણામે તે વધારે અગ્રેસિવ થઇ રહ્યા છે અને તેને કેવી રીતે કંટ્રોલ કરવો તે પેટઓનર્સ માટે કોયડો બની ગયું છે.
નિયમિત રીતે જેના પણ ઘરમાં ડૉગ્સ હશે તેના ઘરના અમુક સભ્યો તેના નિયત સમયે કામે જતા રહે છે પરંતુ આ એ સમય છે જ્યારે તમામ ઘરના સભ્યો 24 કલાક ઘરમાં હાજર રહે છે અને પેટ માટે અજાણ્યું છે. અમુક ડૉગ્સ તો ઘરે વધારે માણસોને જોવા બિલકુલ ટેવાયેલા નથી ત્યા પ્રશ્ન વિકટ બની રહ્યો છે પરંતુ પરિસ્થિતિને જોતા પેટઓનર્સ વધારે ક્રિએટિવ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે તેના પેટને અલગ અલગ ટાસ્ક આપી રહ્યા છે. અત્યારે પેટ ઓનર્સ પાસે શ્રેષ્ઠ સમય છે કે તે જાણી શકે કે તેના પેટને કઇ વસ્તુ ગમે છે અને કઇ વસ્તુ નથી ગમતી. પસંદ અને નાપસંદ અંગે વાત કરતા પેટઓનર્સ પાસેથી ખુબ રસપ્રદ વાતો જાણવા મળી છે.