સમગ્ર દેશ હાલ કોરોના ની મહામારી નો સામનો કરી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે વલસાડ માં પણ કોરોના સામે સાવચેતી ના પગલાં ભરાઈ રહ્યા છે અને કોરોના વોરિયર્સ એવી પોલીસ કર્મીઓ 24 કલાક પોતાના જીવના જોખમેં ફરજ બજાવી રહ્યા છે જેઓ કોરોના સંક્રમણ થી બચી શકે તે માટે વલસાડ માં નવતર પ્રયોગ અમલ માં મુકાયો છે જેની પ્રશંસા થઈ રહી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી દ્વારા અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે અને મહામારી કોરોના મા ખડે પગે પોતાની ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને તેમના પરિવાર ને પણ કોરોના સંક્રમણ ન લાગે તે માટે વલસાડ માં દરેક પોલીસ કોલોનીમા અલાયદા બાથરૂમ ઉભા કરવામાં આવ્યા છે
જે કોઈ પોલીસ કર્મચારીએ પોતાની ફરજ પરથી પોતાના ઘરે આવે તે પહેલા તે બાથરૂમમાં સ્નાન કરી ગેટની બહાર ગરમ પાણીના કોગળા કરી પછી જ ઘરની અંદર પ્રવેશ કરે તે રીતે ગોઠવણ કરવામાં આવી છે જેથી પોલીસ તેમજ તેનો પરિવાર સલામત રહી શકે , જિલ્લા પોલીસવડા ના આ પ્રકાર ના આયોજન થી પોલીસ પરિવાર માં સુરક્ષા ની લાગણી જન્મી છે.