ગોવા માં અભ્યાસ માટે ગયેલા વલસાડ જિલ્લા ના વિદ્યાર્થીઓ પરત ફરતા તેમના પરિવારજનો માં આનંદ ની લાગણી પ્રસરી હતી.
ગોવા માં 7 કેસ કોરોના ના આવ્યા બાદ માં ગોવામાં તંત્ર દવારા લોકડાઉન નો કડક અમલ કરાતા અને દેશભરમાં લોકડાઉન હોઈ આ લોકો ત્યાં ફસાઈ ગયા હતા જોકે ગોવા માં છેલ્લા એક માસ થી એક પણ કોરોના કેસ નહી નોંધાતા ગ્રીન ઝોન જાહેર કરાયો છે પરંતુ લોકડાઉન ને કારણે વલસાડ જિલ્લાના 46 વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા દરિમયાન સરકારે વતન જવા માટે જેતે વિસ્તાર ના પ્રશાશન ની પરમિશન બાદ જવા દેવા ની છૂટ આપતા અને
સરકાર માં રજુઆત બાદ પ્રાઇવેટ બસ ને અપાઈ હતી મંજૂરી અપાઈ બાદ વલસાડ ના વિદ્યાર્થીઓ ઘણા દિવસો બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા
જોકે નિયમ મુજબ ગોવા થી પરત ફરેલા તમામ વિદ્યાર્થીઓને કોરન્ટીન કરવાની તજવીજ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.