હાઈકોર્ટના આદેશાનુસાર પાસ નેતા હાર્દિક પટેલ આજ રોજ અઢાર માં ગુરુવારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં હાજર રહ્યો હતો….સુરતમાં નોંધાયેલ રાજદ્રોહ કેસ મામલે હાર્દિક દ્વારા આ હાજરી પુરાવવામાં આવી હતી….જ્યા હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં સરકાર સામે કટાક્ષ કરવાની સાથોસાથ આગામી સમયમાં સુરત ખાતે ભવ્ય સભા યોજવાની વાત જણાવી હતી……
હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે ભાજપ સરકારના રાજમા ગુજરાતમાં રમખાણો ફાટયા છે…..ગુજરાતમાં શાંતિ જળવાય તેવા પ્રયાસ સરકારે હાથ ધરવા જોઈએ……ભાજપ 150 બેઠકો હાંસલ કરવાની વાત કરે છે….જે માટે વિકાશના નામે કાર્યક્રમો યોજી લોકોને ભાવુક કરવામાં આવી રહયા છે. .ગુજરાતમાં પાસ દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવે છે ,પરંતુ કોઈ પણ પ્રકારે સભાને તોડવા માટે 144 નીં કલમ લાગુ કરવામાં આવે છે….આગામી સમયમાં સુરતમાં ભવ્ય સભા કરવાનું આયોજન કરવામાં આવશે…જેના ભાગરૂપે સુરતના કતારગામ વિસ્તારમાં મિટિંગ આયોજન પણ કરવામાં આવ્યું હતું….જેમાં સભાને લઈ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે….
પાસ નેતા હાર્દિક પટેલે સરકાર સામે કટાક્ષ કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી….રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ આવતીકાલે સુરત મુલાકાતે છે ,ત્યારે હાર્દિકે નીતિલ પટેલ સામે પણ કટાક્ષ કર્યો હતો…આગામી 2017 ની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ,જેને લઈ પ્રજાને મોહિત કરવા સરકાર દ્વારા સભા યોજવામાં આવી રહી હોવાની વાત હાર્દિકે જણાવી હતી…..