– વલસાડ
– ખાખી વર્દી ના ખુલ્લેઆમ ધજાગરા
– નશા ની હાલત આ ધુત પોલીસ કર્મી
ગાંધી ના ગુજરાત માં દારૂ એ તો સામાન્ય બનાવ બની ગયો છે પરંતુ આ દારૂ નો નશો ખાખી વર્દી પર કેવી રીતે ચઢે છે તે જુવો આ તસ્વીર માં , આજરોજ વલસાડ ના બેચર રોડ નજીક વેહલી સવારે એક ખાખી વર્દી માં નશા ની હાલત માં ધૃત પોલીસ કર્મી રીક્ષા ચાલકો પાસે થી જબરણ પૈસા વસુલ્તા નજરે પડ્યો હતો જ્યારે આ પોલીસ કર્મી ત્યાં થી પસાર થતી અન્ય વાહન ચાલકો ને રોકી જાહેર આ હોબાળો કરી નશામાં બરાબર તલ્લીન થઇ ખાખી વર્દી ની ધજાગરા ઉડાવતો દેખાતા અમારા કેમેરામાં કેદ થયો હતો, જ્યારે આ પોલીસ કર્મી કેમેરો જોઈ જવાદો સાહેબ ના લવારા કરતો દેખાતા ત્યાંથી ભાગી છૂટી એક રીક્ષા માં બેસી ધમડાચી પીળું ફળીયા ખાતે ના પોલીસ બંદોબસ્ત માં ગાયબ થઇ ગયો હતો ત્યારે દારૂ બંધી નો પિપોડો ફૂંકતા એસ.પી.સાહેબ જરા તમારા ઈમાનદાર દારૂડિયા પોલીસ બાબુ ને કન્ટ્રોલ કરો તેવી જાગૃત નાગરિકો માં માંગ ઉઠી છે.
– તસ્વીર ;- સુભાષ ઠાકોર વલસાડ