કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર ખોરવાયું છે. ઘણી મોટી કંપનીઓએ તેમની ઓફિસો બંધ કરીને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવી પડી. અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓ ફેસબુક અને ગૂગલે પણ મહામારીના શરૂના દિવસોમાં જ તેમના મોટા ભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા કહ્યું. હવે લૉકડાઉનમાં છૂટ અપાઇ રહી છે તો કંપનીઓની ઓફિસો ખૂલવાનું પણ શરૂ થઇ ગયું છે.
ગૂગલ અને ફેસબુક પણ જુલાઇમાં પોતાની ઓફિસો ખોલી રહી છે. જોકે, બંને કંપનીઓએ એમ પણ કહ્યું છે કે તેમના જે કર્મચારીઓ હાલ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમને ચાલુ વર્ષના અંત સુધી આ સુવિધા મળતી રહેશે. ગૂગલના CEO સુંદર પિચાઇએ કહ્યું કે, જે કર્મચારીઓને ઓફિસે આવવાની જરૂર છે તેઓ જુલાઇથી આવી શકશે. તે માટે ગૂગલે દુનિયાભરમાં આવેલી તેની ઓફિસોમાં સુરક્ષા માપદંડ વધાર્યા છે, જેથી કર્મચારીઓને સંક્રમણથી બચાવી શકાય.