સુરત શહેરના ફૂટ- પાઠ પર જાહેરમાં સ્ટોલ લગાવી શાકભાજી સહિત કેરીનું વેચાણ કરતા વેપારીઓ પર સુરત મનપા એ લાલ આંખ કરી છે….ઉપરાંત આજ રોજ રાજ્યના નાયબ પ્રધાન પણ સુરતમાં હોવાથી મનપા એ મેગા ઓપરેશન હાથ ધરી દસ હજાર કેરી સહિત શાકભાજીનો જથ્થો જપ્ત કરી દંડાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
નાયબ પ્રધાનના આગમન ની સાથે શહેરના રસ્તા- ફૂટપાથ પર સ્ટોલ લગાવતા વેપારીઓ પર આજ રોજ વહેલી સવારથી મનપાના અઠવા ઝોન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી…ભટાર વિસ્તારના ઉમા ભવન ખાતે ફૂટપાથ પરથી બે ટ્રક ભરી શાકભાજીનો જથ્થો અઠવા ઝોન દ્વારા જપ્ત કરી દંડ વસુલવામાં આવ્યો હતો…તેવી જ રીતે ઘોડ દોડ રોડના જમના નગર વિસ્તારમાં જાહેરમાં ફૂટપાથ પર સ્ટોલ લગાવી કેરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી….અઠવા ઝોનના અધિકારીઓ દ્વારા દસ ટન એટલે કે દસ હજાર કિલો કેરી જપ્ત કરાઈ હતી….મનપા અધિકારીઓ એ ફક્ત ને ફક્ત બે કલાકમાં મેગા ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી કરી હતી…