કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયગાળા દરમ્યાન પ્રજાનાના રોજગાર-ધંધા બંધ થયેલ છે તેથી તાકીદે ગુજરાત રાજ્યની જનતા માટે વીજળી બિલ 2 માસનું માફ કરી સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામા આવે તે બાબતે મુખ્યમંત્રી ને રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા પત્ર લખવામાં આવ્યો. લોકડાઉનના સમયગાળા દરમિયાન બેરોજગારી વધી છે તેથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એવામા રાજસ્થાન સરકારે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે એક ખુબ જ સરસ પ્રશંસનીય અને સરાહનીય અસરકારક પગલાના ભાગરૂપે વીજળી બિલ અને પાણી બિલ માફ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધેલ છે, આમ ગુજરાત સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરી ઝડપથી નિર્ણય લઈ ગુજરાત રાજ્યની જનતા માટે 2 માસના બિલ માફ કરવામા આવે તેવુ ગુજરાતની જનતા ઇચ્છે છે અને અને જો થોડા સમયમાં 2 માસનું વીજ બીલ માફ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય નિર્માણ સેના ના ગુજરાત પ્રમુખ અનિલ દાફડા દ્વારા ગુજરાતભર માં વિરોધ પ્રદર્શનની ચીકમી ઉચ્ચારવામાં આવી શકે છે.