નવી દિલ્હી : પીએમઓએ આજે (12 મે) કરેલ જાહેરાત અનુસાર રાત્રે 8 વાગ્યે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ સપ્તાહમાં દેશવાસીઓમાં હવે ફરી અનિશ્ચિતાનો માહોલ છે કે મોદી સરકાર 17 મે પછી લોકડાઉન લંબાવશે કે નહીં. ત્યારે આજે વડાપ્રધાન મોદીના સંબોધનમાં આ ચર્ચાનો અંત આવી શકે છે. નોંધનીય છે કે, ગઈકાલે (11 મે) વડાપ્રધાન મોદીએ દેશભરના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં 6 રાજ્યોએ લોકડાઉન લંબાવવા માટે સલાહ આપી હતી અને તમામ રાજ્યો પાસે 15 મે, શુક્રવાર સુધીમાં સ્ટેટ્સ રીપોર્ટ જમા કરાવવા જણાવ્યું હતુ.
Shri @narendramodi will be addressing the nation at 8 PM this evening.
— PMO India (@PMOIndia) May 12, 2020