કેનેડાનાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નબળી ગુણવત્તાવાળા N95 માસ્ક નિકાસ કરવા માટે ચીન પર ભારે ગુસ્સે થયા છે. PM ટ્રુડોએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની સરકાર લગભગ 80 લાખ ખરાબ માસ્ક માટે ચીનને બિલકુલ ચૂકવણી કરશે નહીં. વર્ષ 2018 થી કેનેડા અને ચીન વચ્ચે તણાવ છે. માસ્કનાં નવા મુદ્દાએ હવે આ સંબંધોને વધુ તાણમાં લાવી દીધુ છે. કેનેડાને ચાઇનામાંથી જે N95 માસ્ક મળ્યા છે તે ચીનથી આયાત કરવામાં આવેલી 11 મિલિયનની તબીબી સાધનસામગ્રીનો ભાગ હતો.
તેમાંથી માત્ર એક મિલિયન એટલે કે 10 લાખ માસ્ક છે જે કેનેડાનાં સ્ટાન્ડર્ડ પર પાસ થયા છે અને 1.6 મિલિયન માસ્કનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટ્રુડોએ મીડિયા બ્રીફિંગ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે, તેમની સરકાર ખરાબ ક્વોલિટીની પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ માટે ચીનને ચૂકવણી કરશે નહીં. તેમણે કહ્યું, ‘અમે એવા ખરાબ માસ્ક માટે ચૂકવણી કરીશું નહીં કે જે અમારા ધોરણ પર ખરા ઉતર્યા નથી અને આ તે ક્વોલિટીનાં નથી જે અમને અમારા ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે જરૂરિયાત હતા.’ માસ્કની નબળી ગુણવત્તાએ પહેલાથી જ તણાવપૂર્ણ સંબંધોને વધુ મુશ્કેલીમાં મુકી દીધા છે. આ પહેલીવાર નથી જ્યારે કેનેડાએ માસ્કની નબળી ગુણવત્તા વિશે વાત કરી છે.