World Health Organisation ના મુખ્ય વિજ્ઞાની સૌમ્યા સ્વામીનાથને કોરોના વાઈરસ સામેની લડાઈમાં ભારતે લીધેલા પગલાંના વખાણ કર્યા છે. સ્વામીનાથને સોમવારે કહ્યું કે, બીજા દેશોની સરખામણીમાં ભારત કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યું છે એટલે જ ત્યાં વસતીના પ્રમાણમાં મૃત્યઆંક ઓછો છે.
આ માટે હું દેશના જનપ્રતિનિધિઓ, આરોગ્યકર્મીઓનો આભાર માનું છું. જોકે, સ્વામીનાથને આશંકા વ્યક્ત કરી કે, કોરોનાના પ્રકોપમાંથી આપણને કદાચ વર્ષો સુધી છૂટકારો નહીં મળે. તેની વેક્સિન તૈયાર થતાં એક વર્ષ થઈ જશે. અમને આશા છે કે, વેક્સિન બનાવવામાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા ભજવશે.