કહેવાય છે દીકરી ઘરના સભ્યો માટે કાળજાનો કટકો સમાન હોય છે પરંતુ સુરતમાં આ કાળજા સમાન માસુમ બાળકી ને સગા પિતાએ જ મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઈ હતી.સુરતના સલાબતપુરા વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનામાં પોલીસે હત્યારા પીતાની ધરપકડ કરી હતી.સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર રેશમવાડ ખાતે રહેતા ઉવેશ શેખ ને સંતાનમાં આઠ માસની બાળકી હતી. ગત રોજ પોતાના ઘરમાં ઉવેશ શેખ નિંદર માણી રહ્યો હતો.જે દરમ્યાન બાજુમાં સુતેલી તેની આઠ માસની બાળકી અચાનક રડી રહી હતી.ભારે નિંદર માણી રહેલા ઉવેશ શેખની ઊંઘ બાળકીના રડવાના અવાજથી બગડી જતા તે રોષે ભરાયો હતો.જ્યાં રોષ માં હોંશ ગુમાવી બેઠેલા ઉવેશ શેખએ માસુમ આઠ માસની બાળકીને ઊંચકી જમીન પર પટકી નાંખી હતી.જ્યાં બાળકી નું ઘરમાં જ કરુણ મોત નીપજયું હતું.ઘટના ના પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને પિતાના આ કૃત્ય બદલ લોકોએ ભારે ફિટકાર વર્ષાવ્યો હતો.બનાવની જાણ થતા સલાબતપુરા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી સને હત્યારા પિતાની ધરપકડ કરી હતી..પોલીસે માસુમ બાળકીના મૃતદેહ ને પોસ્ટ – મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે માસુમ બાળકીની હત્યા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.જ્યાં કાળજા સમાન બાળકીના મોત બાદ તેણીની માતા શોકમગ્ન થઈ ગઈ હતી.