PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. આ દરમિયાન વડાપ્રધાને દેશને આર્થિક મંદીથી ઉગારવા માટે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાત પર બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ટ્વીટ કરતા 20 લાખ કરોડને ઝીરોમાં લખીને દર્શાવ્યુ હતું અને પછી લોકોને પણ સવાલ કર્યો હતો કે શું મારુ ગણિત તો બરાબર છે ને? આ ટ્વીટ પર યૂઝર્સ વચ્ચે ચર્ચાનો ટોપિક બન્યો હતો.
અનુપમ ખેરે ટ્વીટ કરતા લખ્યું કે,’જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે છે તો માત્ર દેશ જ નહીં સમગ્ર વિશ્વ સાંભળે છે અને પ્રેરણા લે છે. 130 કરોડ ભારતીય આત્મનિર્ભરતાની ચાવી લઈને ચાલશે તો સફળતા આપણા પગમાં હશે. આમ તો 20,00,000 કરોડ આવા દેખાય છે. 20000000000000! ગણિત યોગ્ય છે ને? કદાચ!.’થોડી જ મિનિટોમાં તેમનું આ ટ્વીટ વાયરલ થઈ ગયું હતું અને ચર્ચા છેડાઈ ગઈ હતી. નાણાંમંત્રીથી પણ થઈ ભૂલ નાણાંમંત્રી નિર્મલા સીતારમણથી પણ ભૂલ થઈ ગઈ હતી. જે પછી તેમણે અન્ય ટ્વીટ કરીને સુધાર્યુ હતું. હકીકતમાં નિર્મલા સીતારમણે લખ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. જેમાં ડોમેસ્ટિક ઉત્પાદનો લગભગ 10% (આશરે 20 લાખ રુ) છે. તેમની ભૂલ એ થઈ કે તેમણે 20 લાખ કરોડને માત્ર 20 લાખ લખ્યું હતું.
જોકે, અન્ય ટ્વીટ કરીને તેમણે આ ભૂલ સુધારી હતી. PM મોદીની જાહેરાત PM એ 20 લાખ કરોડ રુપિયાના પેકેજનું એલાન કરતા કહ્યું કે,’તાજેતરમાં જ સરકારે કોરોના સંકટ સાથે જોડાયેલી જે આર્થિક જાહેરાતો કરી હતી, જે રિઝર્વ બેંકના નિર્ણય હતા અને આજે જે આર્થિક પેકેજની જાહેરાત થઈ રહી છે તેને જો ઉમેરવામાં આવે તો આશરે 20 લાખ કરોડ રુપિયાની છે. આ પેકેજ ભારતની GDPનું 10% છે. આ બધા દ્વારા દેશના અલગ અલગ વર્ગોને, આર્થિક વ્યવસ્થાની કડીઓને, 20 લાખ કરોડ રુપિયાનું પેકેજ મદદ કરવામાં આવશે. 20 લાખ કરોડ રુપિયાનું આ પેકેજ, 2020માં દેશની વિકાસ યાત્રાને આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી જ ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે, આ પેકેજમાં Land, Labour, Liquidity અને Laws, બધા પર ભાર આપવામાં આવ્યો છે.’ ક્યાં ક્યાં થશે આ પેકેજનો ઉપયોગ? પીએમ મોદીએ કહ્યું કે,’આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા નાના અને વચ્ચેના ઉદ્યોગ આપણા MSME માટે છે.
જે કરોડો લોકોની આજીવીકાનું સાધન છે. જે આત્મનિર્ભર ભારત આપણા સંકલ્પનો મજબૂત આધાર છે. આ આર્થિક પેકેજ દેશના એવા શ્રમિક માટે છે, દેશના એ ખેડૂત માટે છે. જે દરેક સ્થિતિ, દરેક વાતાવરણમાં દેશવાસીઓ માટે રાત-દિવસ પરિશ્રમ કરે છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમવર્ગ માટે છે, જે ઈમાનદારીથી ટેક્સ આપે છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. આ આર્થિક પેકેજ ભારતીય ઉદ્યોગ જગત માટે છે જે ભારતના આર્થિક સામર્થ્યને બુલંદીએ પહોંચાડવા માટે સંકલ્પ ઘડ્યો છે. કાલથી શરુ કરીને આવતા દિવસોમાં નાણાંમંત્રી દ્વારા તમને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’થી પ્રેરિત આ આર્થિક પેકેજની વિસ્તારથી જાણકારી આપવામાં આવશે.’