કોરોનાના લઈને લોકોની માનસિકતા પર અસર જોવા મળી રહી છે. ગઇકાલે સુરત ના સલાબતપુરા વિસ્તારમાં પિતાએ 8 માસ ની બાળકીની હત્યા કરી તો હવે અમદાવાદના રાણીપ વિસ્તારમા કાર ઉપર બેસેલા કુતરાને એક યુવકે ક્રૂરતા પૂર્વક એર ગન ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધુ છે.
રાણીપમાં ગીતા એપાર્ટમેન્ટ ખાતે રહેતા યુવકની કાર ઉપર અવાર નવાર કુતરુ બેસી જતું હતું અને લિસોટા પાડીને કવર ફાડી કાઢ્યું હતું. યુવકે કુતરાને સબક શીખવાડવા માટે પોતાની પાસેની એરગનથી ફાયરિંગ કરીને કુતરાને મોતને ઘાટ ઉતારી દીધુ હતું.