સુરત: કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. સુરતમાં પણ દિવસે – દિવસે પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સુરત શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો એક હજારને વટાવી ચુક્યો છે.
માહિતી મુજબ સુરતમાં 13 મે, બુધવારે કોરોનાના નવા 18 કેસ પોઝીટીવ નોંધાયા છે. આ તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ કોરોના પોઝીટીવ દર્દીના પરિવારોને કવોરેન્ટીન કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા 945 પર પહોંચી છે. બીજી તરફ સુરત ગ્રામ્ય વિસ્તારોમાં 57 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સુરત જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 1002 પર પહોંચી છે. કોરોનાના કહેરને કારણે સુરતમાં કુલ મૃતયાંક 40 પર પહોંચ્યો છે. જે પૈકી 1 મોત ગ્રામીણ વિસ્તારમાં નોંધ્યું છે.